અમદાવાદએક કલાક પહેલા

કૉપી લિંક

ચૂંટણી નજીકના દિવસોમાં છે.અને ભાજપે આક્રમક બેસ્ટમેન ની માફક એક સાથે અમદાવાદ ની તમામ બેઠક પ્રચાર શરૂ કરી દીધો છે..

સ્ટાર પ્રચાર અને નેતાઓની ફોજે ગત રાતે સભાઓ કરી ને મતદારો ને પોતાની તરફ આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.ત્યારે કોંગ્રેસ માં માત્ર સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી .

એક માત્ર કનૈયા કુમાર જ પ્રચાર કરવા આવ્યા હતા અને એ પણ જમાલપુર અને દરિયાપુર વિસ્તાર રોડ શો કર્યો હતો..બાકીની વિધાન સભામાં કોઈ કોંગ્રેસ સ્ટાર પ્રચારક કોઈ સભા કે રેલી કરી નથી ઉમેદવાર જાતે પોતાના પ્રચાર કરી રહ્યા છે. કાર્યકરો નો ઉત્સાહ જાળવી રાખવા માટે સ્ટાર પ્રચારક અને નેતાઓની કાગ ડોળે રાહ જોવાઈ રહયી છે…

ભાજપ બુલેટ ગતિએ પ્રચાર તેજ..

ભાજપના કેન્દ્રીય મંત્રી અમિત શાહ ..જેપી જેબી નડ્ડા..મનોજ તિવારી.પુરષોતમ રૂપાલા .મનોજ જોશી.દેવેન્દ્ર ફડનવીસ સહિત અન્ય નેતાઓ અમદાવાદ માં 16 જેટલી બેઠકો પર પોતાના ઉમેદવાર માટે કેમ્પઈન કર્યું હતું ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી 40 જેટલાં સ્ટાર પ્રચારક ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા વાદ્રા .અને સચિન પાયલોટ સહિતના નેતાઓ અને રાજ્યના ટોચના નેતાઓ નામ છે..

પણ યાદી માત્ર નામ જાહેર કરવા પૂરતી છે..હજુ સુધી મોટા ટોચના એક પણ નેતા અમદાવાદ માં કોઈ સભા કે રેલી કરી નથી જાણે કોંગ્રેસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ટાર્ગેટ કરવા માંગતી હોય તેમ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ એ પ્રચાર નો ધમધમાટ કર્યો હતો..

મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા માટે કોંગ્રેસ નું કામ બોલે છે.તેવી રીતે નુકકડ નાટકો યોજવામાં આવી રહ્યા છે. અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે મતદારો ને કોંગ્રેસ ને વોટ આપવી શકશે.? શુ હોર્ડિંગ્સ અને બેનર થી ભાજપ કે આપના મતદારો ને કોંગ્રેસ માં કન્વર્ટ કરી શકાશે ?

કોંગ્રેસ માંથિ નારાજગી દુર ક્યારે થશે

કૉંગ્રેસ માંથી રાજીનામા ના દોર હજું પણ અવિરત ચાલી રહ્યા છે.નારાજ કાર્યકરો ને સમજાવવા અને ઉમેદવારમાં ઉત્સાહ નો સંચાર કરવા માટે સ્ટાર પ્રચાર ની રાહ જોવાઈ રહયી છે..ખાસ અમદાવાદ માં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સમય આવી ગયો છે. માત્ર ભાજપ નું રિવર્સ કાઉન્ટ ડાઉન કલોક લગાવવાથી નહિ પણ પ્રચાર તેજ કરવાથી અને સારા પરિણામ ની શકયતા પ્રબળ બની શકે છે..

અન્ય સમાચારો પણ છે…

By cradmin

http://vikas24news.com

You missed