પાટણએક કલાક પહેલા
કૉપી લિંક
ઉત્તર ગુજરાત સહિત પાટણ જીલ્લો ખાસ કરીને ખેતી પર નિર્ભર છે. સમગ્ર જીલ્લામાં ઠંડીની શરુઆત થતાં જ પંથકના ખેડૂતોએ રવિપાકનું વધુ પ્રમાણમાં વાવેતર કર્યું છે. રવિપાકમાં મહત્વના ગણાતા રોકડીયા પાક રાયડાનું સમગ્ર પંથકમાં વાવેતર જોવા મળી રહયું છે. ચાલુ વર્ષે જીલ્લા સહિત પાટણ પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાયડાની ખેતી સારા પ્રમાણમાં જોવા મળી રહી છે.
પાટણ જીલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારીત છે. જીલ્લા સહિત પંથક અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખાસ કરીને રવિસીઝનમાં ઘઉં, જુવાર, મેથી, રજકો, ઈસબગુલ તેમજ રોકડીયા પાક એવા રાયડો અને એરંડાની વધુ પ્રમાણમાં ખેતી કરે છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જ પંથકના ખેતરોમાં વાવેતર કરેલ રાયડા પરના ફુલોના મોર ખીલી ઉઠયા છે જેના કારણે રાયડાના ખેતરોમાં જાણે પીળી ચાદર પથરાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. તો રાયડાના લહેરાતા પાકને જોતા એક નજરે મન પ્રફુલીત થઈ જાય તેવું દૃશ્ય જોવા મળી રહયું છે.
જીલ્લા સહિત પાટણ પંથકની આશરે 1800થી વધુ હેક્ટર જમીનમાં હાલમાં રાયડાનું મબલખ વાવેતર થયુ હોવાના કારણે આ ખેતરોએ જાણે પીળી ચાદર ઓઢી હોય તેવા દૃશ્યો જોવા મળી રહયા છે. આમ પાટણ પંથકમાં રવિસીઝનમાં રાયડા સહિત અન્ય પાકોની ખેતીનો મબલખ પાક જોવા મળી રહયો છે.
અન્ય સમાચારો પણ છે…