છોટા ઉદેપુરએક કલાક પહેલા
છોટા ઉદેપુર જિલ્લા LCBએ ઝોઝ પોલીસ મથક વિસ્તારમાંથી મહિન્દ્રા મેક્સ ગાડીમાં લઈ જવાતો રૂ. 3.13 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને આરોપી ફરાર થવામાં સફળ થયો હતો. કુલ રૂ. 6 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે LCBએ વોચ ગોઠવીછોટા ઉદેપુર સરહદી જિલ્લો છે અહીં પર પ્રાંતમાંથી દારૂ ઘુસાડવા માટે ખૂબ પ્રયત્નો થતા હોય છે. હાલમાં ચુંટણીનો માહોલ હોવાના કારણોસર વિદેશી દારૂની માંગ વધી જતી હોય છે. અને તેને લઇને પણ દારૂને ઘુસાડવાના પ્રયત્નો થયા હોય છે. જેમાં જિલ્લાના સિંગાલજા ગામ પાસેથી વિદેશી દારૂ પસાર થવાની બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી.
વિદેશી દારૂની 1752 બોટલ મળીબાતમી મુજબ મીઠીબોર તરફથી સિંગાલજા તરફ આવી રહેલી મહિન્દ્રા થાર ગાડીને LCBએ રોકવાનો પ્રયત્ન કર્યા હતા તે રોકાઈ ન હતી. તેની પાછળ આવી રહેલી મહિન્દ્રા મેક્સ ગાડીને કોર્ડન કરી લેતા તેના ચાલકે ચાલુ હાલતમાં સાઈડમાં ઉતારી દરવાજો ખોલીને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો. LCBએ ત્યાં જઇને ગાડી બંધ કરીને તપાસ કરતાં મહિન્દ્રા મેક્સ ગાડીમાંથી વિદેશી દારૂની 1752 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 3.13 લાખથી વધુ અને ગાડીની કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 6 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે…