ભરૂચએક કલાક પહેલા

કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન અને સ્વિપ નોડલ અધિકારી ડૉ . દિવ્યેશ પરમારના રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત જિલ્લાની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ . મહેશ ઠાકર તથા શાળાના પરિવાર દ્વારા 100 % BHARUCH ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ 100 % BHARUCH ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. જેમાં 550 જેટલા વિધાર્થીઓએ જોડાઈ માનવ સાંકળ બનાવી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

By cradmin

http://vikas24news.com

You missed