સુરત21 મિનિટ પહેલા
કૉપી લિંક
ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતના ગોડાદરા વિસ્તારમાં દારૂ લેવા સાથે લઇ ગયેલા મિત્રને દારુ નહી મળતા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
દારૂ લેવા લઈ ગયેલા મિત્ર પર હુમલો
ગોડાદરા સ્થિત દેવી દર્શન સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ ખૂનખૂન પ્રસાદ યાદવ આમલેટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૨૧-૧૧-૨૦૨૨ ના રોજ તેઓની જ સોસાયટીમાં રહેતો મોતીરામ રામસેવક પાંડે અને ગુડ્ડુ યાદવ તેની પાસે આવ્યા હતા અને દારૂ પીવા જવા માટે જીદ કરી હતી. પરંતુ મુન્ના યાદવે દારૂ પીતો ના હોય સાથે આવવાની ના કહી હતી. પરંતુ મોતીરામ પાંડેએ જીદ કરતા મુન્ના યાદવે તેને બાઈક પર બેસાડી સ્વામીનારાયણ સોસાયટી નજીક દારૂ શોધવા ગયા હતા. પરંતુ ત્યાં દારુ મળ્યો ન હતો અને ત્યાં ઘરમાં દારૂ અંગે પૂછવા જતા ઝઘડો થયો હતો. જેથી મુન્ના યાદવ તેના મિત્રને બાઈક પર બેસાડી ઘરે લઇ આવ્યો હતો અને તે બાઈક પાર્ક કરી રહ્યો હતો તે વેળાએ અચાનક જ મોતીરામ પાંડેએ દોડી આવી ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
મિત્ર પર કર્યો મિત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલોમોતીરામ પાંડેએ તેના મિત્ર મુન્ના યાદવ પર અચાનક પાછળથી આવીને શિક્ષણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જેમા મુન્ના યાદવને ગળાના ભાગે અને ખભાના ભાગે ઈજાઓ થઇ હતી. ત્યાં બુમાબુમ થતા લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ની મદદથી મુન્ના યાદવને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મુન્ના યાદવે ગોડાદરા પોલીસ મથકમાં મોતીરામ રામસેવક પાંડે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.મળેલા મૃતદેહ અંગે ખુલાસોસુરતના પાંડેસરા સ્થિત વિનાયક નગરની પાછળ આવેલા ખાડી પાસે કચરાના ઢગલા પાસેથી ગત તા.૦૪-૧૧-૨૦૨૨ ના રોજ ૩૦ થી ૩૫ વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકને કોઈ અજાણ્યા આરોપીઓએ કોઈ બોથડ પદાર્થ વડે કપાળના ભાગે તથા જમણી આંખ પાસે તેમજ પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે
અન્ય સમાચારો પણ છે…