રાજકોટએક કલાક પહેલા
કૉપી લિંક
છોટા હાથીમાં મમરાના કોથળા નીચે દારૂ છૂપાવવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અનેક અલગ અલગ નુસખા અપનાવી રહ્યા છે. એરપોર્ટ પોલીસે ઝડપી પાડેલ દારૂના મોટા જથ્થા બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મમરાની આડમાં દારૂ ભરીને લઇ જવાતો 2.46 લાખનો વિદેશી દારૂ સહિત 7.46 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર એક છોટા હાથી જીજે-07-ટીયુ-1238 વાહનમાં મમરાની આડમાં વિદેશી દારૂ લઇ જવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે 2.46 લાખનો દારૂ અને વાહન મળી કુલ 7.46 લાખનો મુદામાલ કબ્જે કરી વાહન મૂકી નાસી જનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ભાયાવદરમાં શિક્ષકના ઘરમાં ચોરીભાયાવદર તાલુકા શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા શાંતીદાસ પુરણદાસ દાણીધારીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 19 નવેમ્બરના રોજ તેની પુત્રી જે ગોંડલના અરડોઇમાં હેલ્થ ઓફિસર તરીકે નોકરી કરતી હોય ત્યાં તેની પત્ની અને બીજી દીકરી રહેતી હોય જેને મકાન ભાડે રાખવાનું હોય ત્યાં ગયા હતાં. બીજા દિવસે ભાયાવાદર ઘરે પરત ફરતાં તેના મકાનના ડેલાના દરવાજાનુ તાળુ ખોલતા દરવાજો ખુલેલ નહીં અને અંદરથી દરવાજો બંધ હતો. આથી બાજુમાં આવેલ સર્વિસ સ્ટેશનની અગાસી પરથી મકાનમાં તપાસ કરતાં હોલની બારી ગ્રીલવાળી તુટેલી હતી.
2.46 લાખનો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો.
ચોરાઉ ત્રણ બાઇક સાથે બે શખ્સની ધરપકડરાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે ચોરાઉ ત્રણ બાઇક સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભીલવાસ ચોક નજીક નંબર પ્લેટ વગરના ચોરાઉ વાહન સાથે આવતા શખ્સને ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી શમશેર ઉર્ફે સમીર જુણાત અને રાહીલ ગડીયાણીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ત્રણ ચોરાઉ બાઇક સહિત કુલ 65,000નો મુદામાલ કબ્જે કરી અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી રાહીલ અગાઉ પણ વર્ષ 2016માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..
ચોરાઉ 3 બાઇક સાથે બે શખ્સની ધરપકડ.
95 હજારનો મુદ્દામાલ ચોરાયોતેમજ રૂમમાં કબાટ તૂટેલી હાલતમાં વેર વિખેર હાલતમાં હતો. તેની પત્નીનો ત્રણ તોલાનો સોનાનો હાર, દોઢ તોલાનો સોનાનો ચેઇન તેમજ બે સોનાની વીંટી તથા ચાર સોનાના નાકના દાણા, સોનાની બાલીની જોડી મળી રૂ.60 હજાર તેમજ રોકડ રૂ.35 હજાર મળી રૂ.95 હજારનો મુદ્દામાલની જોવા ન મળતાં કોઈ અજાણ્યો શખ્સ સોનુ અને રોકડ રૂપિયાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ભયાવાદર પોલીસ સ્ટાફે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…