પાટણએક કલાક પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
દરેક વ્યકિતનો જન્મસિધ્ધ અધિકાર એટલે મતદાન. લોકશાહીનું મહાપર્વ વિધાનસભાની ચુંટણીમાં યુવાન, આઘેડ, વયસ્ક તેમજ સદીને વટાવી ચુકેલા મતદારો મતદાન કરવા માટે ઉત્સુક હોય તેવુ લાગી રહયું છે. ખાસ કરીને 100 વર્ષની ઉંમર વટાવી ચુકેલા સતાયુ મતદારો આજેપણ મતદાન કરવા માટે એટલો જ ઉત્સાહ ધરાવે છે ત્યારે પાટણ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક પર 5મી ડીસેમ્બરના રોજ 125 શતાયુ મતદારો તેમજ 85 થી 90 વર્ષની ઉમર સુધી પહોંચેલા 17912 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે જયારે 90 થી 99ની વયમર્યાદા ધરાવતા 2457 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
15મી ગુજરાત વિધાનસભા 2022 ચુંટણી મહાસંગ્રામને લઈ ભાજપ -કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ તેમજ બીજા તબકકાની યાદીઓ પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે ત્યારે આ ચુંટણીમાં યુવાન મતદારોની સાથે સાથે વયસ્ક અને શતાયુ મતદારો પણ મતદાન કરવા માટે આજેપણ અડીખમ હોય તેવું લાગી રહયું છે.
ખાસ કરીને પાટણ જીલ્લાની ચાર વિધાનસભાની બેઠકો પર એક નજર કરીએ તો રાધનપુર બેઠકમાં 101 થી 106 સુધીની ઉમરે પહોંચેલા 47 મતદારો, ચાણસ્મા બેઠક પર 33 મતદારો તો સિધ્ધપુર બેઠક પર 29 મતદારો જયારે પાટણ વિધાનસભા બેઠકમાં કુલ 16 શતાયુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.આમ પાટણ સહિત રાધનપુર, સિધ્ધપુર અને ચાણસ્મા મળી કુલ 125 શતાયુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે…
અન્ય સમાચારો પણ છે…